જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે રહેતા 15 વર્ષના તરૂણને કરીયાણાની દુકાને અનાજ લેવા જતી વખતે વીજઆચંકો લાગતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવના પરિણામે પરિવારમાં ઘેરાશોકની લાગણી છવાઈ હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે આવેલી એક સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી મોન્ટુ વિવેકભાઈ નામના 15 વર્ષના તરુણને નજીકમાં આવેલી એક અનાજ કરિયાણાની દુકાને અનાજ ખરીદી કરવા જતી વેળાએ વિજ આંચકો લાગ્યો હતો અને બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં લઈ જવાયા બાદ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતુંઆ બનાવ અંગેની જાણ થતાં મૃતકના પરિવારમાં ભારે શોક નું મોજું ફરી વળ્યું છે. પોલીસ ટુકડી ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.