Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

પોલીસ દ્વારા બે શખ્સો ને ઝડપી કાર્યવાહી હાથ ધરાઇ

- Advertisement -

જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન તલાશી લેતાં ઘરમાંથી રૂા.1000ની કિંમતની બે નંગ દારૂની બોટલ મળી આવતાં કાનજી ગોવિંદભાઇ પરમાર તથા કિશોર કાનજીભાઇ પરમાર નામના શખ્સની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસે બાઇની વાડીના ખુણે રણજીતસાગર રોડ પાસે રહેતાં કાનજી ગોવિંદભાઇ પરમાર તથા કિશોર કાનજીભાઇ પરમાર નામના શખ્સો દ્વારા તેમના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન રૂા.1000ની કિંમતની દારૂની બે બોટલો તથા રૂા.200ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.1200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ આ દારૂનો પૂરો પાડનાર મો.નં.99245 21858ના આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular