જોડિયા તાલુકાના પીઠડથી રામગઢ જવાના માર્ગ પર આવેલા ખેતરની ઓરડીમાંથી દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ પુછપરછ હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, જોડિયા તાલુકાના પીઠડથી રામગઢ-કોયલી ગામે જવાના માર્ગ પર આવેલા ખેતરની ઓરડીમાં ઇંગ્લીંશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સાગર મનસુખ હોથીની ઓરડીમાં તલાશી લેતાં ઇંગ્લીંશ દારૂની 8 બોટલ મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે સાગરને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી હતી.