જામનગર જિલ્લાના ધ્રોલમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં આવેલી સાહીલ પ્રોવીઝન સ્ટોર નામની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા દુકાનમાંથી રૂા.2000 ની કિંમતની દારૂની ચાર બોટલો મળી આવતા પોલીસે ઉમર ઉર્ફે ટપુ ઈસ્માઈલ શેખ નામના શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.