Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે...!!!

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

- Advertisement -

ગત સપ્તાહે વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન અને ફુગાવાની વધતી સમસ્યા વચ્ચે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો કરતાં વૈશ્વિક બજારોમાં સાવચેતીની સાથે ભારતીય શેરબજારમાં પણ સાવચેતી જોવા મળી હતી. એલઆઈસી ઓફ ઈન્ડિયાનો રૂ.૨૧,૦૦૦ કરોડનો મેગા આઈપીઓ ખૂલતાં પૂર્વે ભારતીય શેરબજારમાં સેબી દ્વારા માર્જિનના કડક ધોરણો લાગુ થતાં સ્પષ્ટતાના અભાવમાં અનિશ્ચિતતાની ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે અચાનક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં એકાએક ૦.૪૦% નો અને સીઆરઆરમાં ૦.૫૦%ના વધારો કરતાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

નબળા વૈશ્વિક સંકેતો અને યુક્રેન – રશિયા યુદ્વ વકરતાં વૈશ્વિક પરિસ્થિતિ વણસી રહી હોવા સાથે મોંઘવારી – ફુગાવામાં અસાધારણ વધારો તોળાઈ રહ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર સાથે ભારતીય અર્થતંત્ર ડામાડોળ બનવાના અને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી કથળવાના એંધાણે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નીકળી હતી. વૈશ્વિક મોરચે ફુગાવો – મોંઘવારીની સમસ્યા વધી રહી હોઈ અને કોરોના – ઓમિક્રોનના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસરે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં સતત વેચવાલી જોવા મળી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સમાપ્ત થયેલા એપ્રિલ માસમાં વિદેશી રોકાણકારોનો એશિયન ઈક્વિટીઝમાંથી જંગી આઉટફલોઝ જોવા મળ્યો છે. અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠક પહેલા વિદેશી રોકાણકારોનું આ વેચાણ આવી પડયું હતું. આ ઉપરાંત ચીનમાં લોકડાઉનને કારણે એશિયાના વિકાસ દરને લઈને ઊભી થયેલી ચિંતા અને ગત સપ્તાહે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કરાયેલા વધારાએ વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીનું કારણ રહ્યું છે.થાઈલેન્ડ, વિયેતનામ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, ભારત, તાઈવાન સહિતના એશિયન દેશોના સ્ટોક એકસચેન્જોના આંકડાઓ દર્શાવે છે કે એપ્રિલમાં વિદેશી રોકાણકારોની એશિયામાંથી ૧૪.૨૨ અબજ ડોલરની  નેટ વેચવાલી રહી છે.

- Advertisement -

એપ્રિલમાં સતત ચોથા મહિને વિદેશી રોકાણકારો નેટ વેચવાલ રહ્યા હતા. વર્તમાન વર્ષના જાન્યુઆરીથી એપ્રિલના ગાળામાં એશિયાના શેરબજારોમાં વિદેશી રોકાણકારોએ ૪૫.૭૬ અબજ ડોલરનો માલ વેચ્યો છે, જે ૨૦૦૮ બાદ સૌથી મોટો આંક હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા નાણાં નીતિમાં સખતાઈ તથા ચીનમાં લોકડાઉનથી એશિયામાં વેપાર પર અસર કરશે તેવી ચિંતા વચ્ચે રોકાણકારોની આ વેચવાલી આવી છે. વ્યાજ દર સાથે સંવેદનશીલ એવા સ્ટોકસ ભારે દબાણ હેઠળ આવી ગયા છે.

ભાવિ આવક પર અસર પડવાની ચિંતાએ આ કંપનીઓના સ્ટોકસમાં વેચવાલી જોવા મળી રહી છે. તાઈવાન, દક્ષિણ કોરિઆ તથા ભારતીય ઈક્વિટીઝમાંથી અનુક્રમે ૮.૮૬ અબજ ડોલર, ૪.૯૭ અબજ ડોલર તથા ૨.૨૪ અબજ ડોલરનો આઉટફલોઝ રહ્યો છે. ભારત તથા દક્ષિણ કોરિઆમાં વધી રહેલો ફુગાવો રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે. દરમિયાન અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અડધા ટકાના આવેલા અપેક્ષિત વધારાની એશિયાની બજારો પર ખાસ ગંભીર અસર જોવા મળી હતી.

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૧,૯૨૮.૪૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૨,૦૮૪.૦૭ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૨માં અંદાજીત રૂ.૩૯,૬૭૭.૦૩ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૯,૮૬૯.૫૨ કરોડની ખરીદી તેમજ ૦૫ મે ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૫૫૧૮.૪૧ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૧,૩૪૬.૩૫ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૫,૭૨૦.૦૭ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૩,૨૮૧.૩૧ કરોડની વેચવાલી, એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૦,૬૫૨.૭૧ કરોડની વેચવાલી તેમજ ૦૫ મે ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૭૨૧૬.૩૮ કરોડની વેચવાલી કરવામાં આવી હત

બજારની ભાવી દિશા…. મિત્રો, રિઝર્વ બેંક દ્વારા અચાનક જ રેપોરેટમાં ૪૦ બેસિસ પોઈન્ટ અને કેશ રિઝર્વ રેશિયોમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો તાત્કાલીક અમલ બનાવવાના નિર્ણયની દેશમાં થતા રોકાણના નિર્ણયો પર પ્રતિકુળ અસર થવાની સાથોસાથ કોર્પોરેટ ક્ષેત્ર અને ઉદ્યોગો સામે એક નવો પડકાર ઊભો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ૪૦ બેસિસ પોઈન્ટ્સ ના રેપો રેટમાં વધારો કરીને બજારને આશ્ચર્યચકિત કરી દીધુ છે, યુક્રેન યુદ્ધના કારણે પુરવઠામાં વિક્ષેપને કારણે ધણી કોમોડિટીઝના ભાવોમાં ઊછાળો નોંધાયો છે. એવું લાગે છે કે આખરે મોનેટરી પોલિસી કમિટીએ તેનું ધ્યાન ફુગાવા તરફ વાળ્યું છે, જે એપ્રિલમાં પણ ઊંચો રહેવાની ધારણા છે અને કગાચ બાકીના ક્વાર્ટરમાં ઊંચો રહેવાની સંભાવના છે. કારણે રિઝર્વ બેંકે તાત્કાલિક પગલું ભરવું પડયુ છે.

જૂનમાં દરમાં વધારો અપેક્ષિત હતો, મુખ્યત્વે ફ્રુડ ઓઈલના ભાવ અથવા ખાદ્યતેલના ભાવ વૈશ્વિક પરિબળોને કારણે સપ્લાય પર પ્રતિકુળ અસર થઈ છે. રેપો અને સીઆરઆરમાં વધારાની તાત્કાલિક અસર જોવા મળી છે. વધતા વ્યાજ દરો રોકાણના નિર્ણયો પર પણ અસર કરશે કારણ કે કંપનીઓ જ્યાં માંગ હશે ત્યાં જ મૂડી યોજનાઓનું વિસ્તરણ કરશે. તેથી, વપરાશ અને રોકાણ ચક્ર બંનેને અસર થઈ શકે છે. આમ, એક વાત ચોક્કસ છે કે સરળ નાણાંના દિવસો પૂરા થઈ ગયા છે. ઉદ્યોગો નિશ્ચિતપણે પડકારનો સામનો કરશે કારણ કે હવે દરોમાં સતત વધારો જોવાશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૬૪૪૦ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૬૭૬ પોઇન્ટના પ્રથમ અને ૧૬૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૬૩૭૩ પોઇન્ટથી ૧૬૩૦૩ પોઇન્ટ, ૧૬૨૭૨ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૬૬૭૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૪૬૮૮ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૦૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૫૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૪૪૭૪ પોઇન્ટથી ૩૪૨૭૨ પોઇન્ટ, ૩૪૦૦૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૦૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) એલ્જી ઈક્વિપમેન્ટ્સ ( ૩૧૫ ) :- કોમ્પ્રેસર અને પંપ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૩૮ થી રૂ.૩૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ ( ૩૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૭૨ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ટેક્નો ઈલેક્ટ્રિક & એન્જિનિયરિંગ ( ૨૯૨ ) :- રૂ.૨૭૭ નો પ્રથમ તેમજ રૂ.૨૬૨ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૦૩ થી રૂ.૩૧૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) કેઆરબીએલ લિમિટેડ ( ૨૨૦ ) :- અન્ય એગ્રીકલચરલ પ્રોડકટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૩ થી રૂ.૨૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ઓઈલ ઈન્ડિયા ( ૨૨૦ ) :- રૂ.૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૯૭ ના સ્ટોગ સપોર્ટથી ઓઇલ એક્સપ્લોરેશન & પ્રોડકશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૩૨ થી રૂ.૨૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) જીએમડીસી લિમિટેડ ( ૧૯૧ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૭૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૯૮ થી રૂ.૨૦૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ઓએનજીસી લિમિટેડ ( ૧૬૩ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૪૭ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૭૨ થી રૂ.૧૮૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) એનટીપીસી લિમિટેડ ( ૧૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇલેક્ટ્રિક યુટિલિટીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭ આસપાસ રોકાણકારે રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) કોટક બેન્ક ( ૧૭૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૭૩૩ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ટેક મહિન્દ્ર ( ૧૨૯૪ ) :- આ સ્ટોક રૂ.૧૨૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૦૮ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૩૦૯ થી રૂ.૧૩૩૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ભારતી એરટેલ ( ૭૧૨ ) :- ૯૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૬૮૬ નો પ્રથમ તેમજ રૂ.૬૭૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૭ થી રૂ.૭૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ઈન્ડીગો ( ૧૭૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૯૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૭૨૭ થી રૂ.૧૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૨૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) મુથુત ફાઈનાન્સ ( ૧૨૧૬ ) :- રૂ.૧૨૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૭૨ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) સિપ્લા લિ. ( ૯૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૮૯ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૮ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) ટાઈમ ટેક્નોપ્લાસ્ટ ( ૯૯ ) :- પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ – ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) જીનસ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ ( ૯૧ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે અન્ય ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેંન્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૪ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૭ થી રૂ.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( ૮૯ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૨ નો પ્રથમ તેમજ રૂ.૭૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! આયર્ન એન્ડ સ્ટીલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૯૪ થી રૂ.૯૯ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) એનએલસી ઈન્ડિયા ( ૮૩ ) :- રૂ.૭૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૮૮ થી રૂ.૯૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૩ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૬૨૭૨ થી ૧૬૬૭૬ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular