Friday, November 22, 2024
Homeરાજ્યજામનગર‘એ વાત મને મંજૂર નથી’, પુસ્તકનું શનિવારે જામનગરમાં લોકાર્પણ

‘એ વાત મને મંજૂર નથી’, પુસ્તકનું શનિવારે જામનગરમાં લોકાર્પણ

- Advertisement -

નાનપણથી અનાથ બિંદુ હોવા છતાં પરમકૃપાળુની અસીમ કૃપા પામી ગુજરાતી ગઝલ વિશ્વમાં સાગર સમાન સ્થાન પામનાર સર્વપ્રિય શાયર ’નાઝિર’ દેખૈયાનું સમગ્ર સર્જન એમના જ પૌત્ર અને ખુદ હરફનમૌલા એવા વ્યવસાયે સર્જન ડો. ફિરદૌસ દેખૈયાએ ’… એ વાત મને મંજૂર નથી’ શીર્ષક સાથે સંપાદિત કરી સમગ્ર વિશ્વમાં વસતાં ગુજરાતી સાહિત્યપ્રેમીઓને અમૂલ્ય ભેટ આપી છે. જામનગરમાં આ પુસ્તકનું લોકાર્પણ જામનગરની જાણીતી સામાજિક – સાહિત્યિક સંસ્થા ’માનવ ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. તેમ જણાવી કવિ હ્રદય અનિલ મહેતા એડવોકેટે જણાવી ઉમેર્યુ છે કે આ પ્રસંગે ઋષિ કવિ રાજેન્દ્ર શુકલ, અમૃત ઘાયલના શિષ્ય એવા પ્રતિષ્ઠિત કવિ રાજ લખતરવી, નાઝિર સહિત અસંખ્ય સાહિત્ય-સંગીત સર્જકોને પ્રોત્સાહિત કરનાર બારદાનવાલા પરિવારમાંથી જાણીતા ઉદ્યોગપતિ ચંદુભાઈ, જામનગરનું અદકેરૂં ઘરેણું એવા કવિ-ઈતિહાસકાર સતીશચંદ્ર વ્યાસ ખાસ ઉપસ્થિત રહેશે અને નાઝિરની જન્મશતાબ્દી નિમિત્તે સંગ્રહનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં ભાવનગરના પ્રસિદ્ધ કવિ હિમલ પંડ્યા અને ફિરદૌસ દેખૈયા દ્વારા ’નાઝિરએક સર્જક’ વિશે સંવાદ, જાણીતા કવિમિત્રો દ્વારા નાઝિરની રચનાઓનું પઠન અને જાણીતા ગુજરાતી ગાયક પ્રફુલ્લ દવેના પુત્ર અને સ્વરશબદસાધક એવા હાર્દિક દવે દ્વારા નાઝિરની રચનાઓનું ગાન વગેરે ઉપક્રમ રખાયો છે. સમગ્ર કાર્યક્રમનું સૂત્ર સાહિત્યપ્રેમી અને ઓલ ઇન્ડિયા રેડિયોના માન્ય ઉદ્ઘોષક એવા અનિલ મહેતાએ સંભાળ્યું છે. આ કાર્યક્રમમાં ભાવનગરની સાહિત્યસેવી સંસ્થા ’કવિતાકક્ષ’ આયોજનમાં ભાગીદાર બની છે અને તમન્ના કલ્ચરલ સોસાયટી, મુક્તા ઇવેન્ટ્સ, ધાર્મી એન્ટરપ્રાઈઝ અને સ્વસ્તિ ઈનનો ઉત્તમ સહયોગ સાંપડ્યો છે. માનવ ફાઉન્ડેશનનાં પ્રમુખ જલ્પા એ. મહેતા દ્વારા જામનગરની સર્વે સાહિત્ય અને સંગીતપ્રેમી જનતાને તા. 25 જૂન 2022 શનિવારે સાંજે 6 કલાકે ધીરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવન, જામનગર ચેમ્બર હોલ, રાજકોટ હાઈવે ખાતે પધારવા હાર્દિક નિમંત્રણ અપાયું છે.આ સમગ્ર આયોજન ને સાહિત્ય ને ધબકતુ રાખવાનો સફળ પ્રયાસ છે તેમ વિવેચક ચિંતક અને લેખક આશીષ ખારોડ એ જણાવ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular