તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં આજે ખતરનાક બોમ્બ બ્લાસ્ટ થયો છે. તકસીમ સ્ક્વેરમાં ધોડાદિવસે ત્યારે ખુબ જ ભીડભાડ હતી, ત્યારે અચાનક બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ છે. તુર્કીની મીડિયાએ જાણકારી આપતા કહ્યું કે, આ બ્લાસ્ટની ઘટનામાં 5 વ્યક્તિના મોત નિપજ્યા છે અને 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. એમ્બ્યુલન્સ, ફાયર એન્જિન અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. જોકે હજુ સુધી વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. સોશિયલ મીડિયા પર લોકોએ જણાવ્યું કે આ વિસ્તારની દુકાનો બંધ કરી દેવામાં આવી છે. વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ આત્મઘાતી હુમલાનો મામલો છે. આ ઘટના પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો ઇસ્તિકલાલ એવન્યુમાં જતા-આવતા જોવા મળી રહ્યા છે.