સુપ્રસિદ્ધ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના માંડી લોકસભા ક્ષેત્રની સાંસદ કંગના રણોત આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવા સોમનાથ પધાર્યા હતા. મહાદેવના દર્શન કરીને તેમણે આત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો.
કંગના રણોતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રી સોમનાથ મહાદેવનું જળાભિષેક તેમજ ભક્તિભાવપૂર્વક ધ્વજાપૂજા કરી હતી. તેમણે દેશ તથા જનકલ્યાણ માટે મહાદેવના ચરણોમાં પ્રાર્થના અર્પણ કરી.
View this post on Instagram
આ પ્રસંગે કંગનાએ સોમનાથ ટ્રસ્ટના ‘વસ્ત્રપ્રસાદ’ પ્રકલ્પ વિશે વિગતવાર માહિતી મેળવી અને તેની હૃદયપૂર્વક પ્રશંસા કરી. આ પ્રકલ્પ અંતર્ગત માતા પાર્વતીને અર્પિત કરાયેલ સાડીઓ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ દ્વારા દેશભરના ભક્તોને ઉપલબ્ધ કરવામાં આવે છે, તેમજ અત્યાર સુધીમાં 21,000થી વધુ વસ્ત્રપ્રસાદ જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યા છે. કંગના રણોટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનકલ્યાણના વિઝનથી પ્રેરિત સોમનાથ ટ્રસ્ટની સામાજિક અને ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા વ્યક્ત કરી.
સોમનાથની આ વિશેષ મુલાકાત દરમિયાન ટ્રસ્ટ તરફથી કંગના રણોતનું ઔપચારિક સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યુ.


