ધ્રોલ તાલુકાના વાગુદળથી સગાડીયા ગામ નજીક બોલેરો વાહને બાઈકને હડફેટે લેતા વાડીમાં રખોપુ કરવા જતા યુવાનનું મોત નિપજ્યું હતું.
ધ્રોલ તાલુકાના વાગુદળ ગામમાં રહેતા રાજુભાઈ હરસીંગ મેહડા નામનો આદિવાસી યુવાન રવિવારે રાત્રિના સમયે તેના માલિકનું જીજે-03-બીસી-5940 નંબરના બાઈક પર વાડીએ રખોપુ કરવા જતો હતો તે દરમિયાન વાગુદળથી સગાડિયા ગામ તરફ જવાના માર્ગ પર પહોંચ્યો ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-03-બીટી-9569 નંબરના બોલેરો વાહને બાઈકને હડફેટે લઇ પછાડી દેતા ચાલક રાજુભાઈને માથામાં અને પગમાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની હિન્દુભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.એમ.ભીમાણી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી બોલેરો ચાલક વિરુધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.