જામનગર એસઓજી પોલીસે મેઘપર ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબને ઝડપી લઇ દવાઓ, બાટલા, ઇન્જેકશનો સહિત કુલ રૂપિયા 3696નો મુદામાલ કબજે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ મેઘપર ગામની પતરા માર્કેટમાં અવિજીત અધિર બિશ્ર્વાસ નામનો શખસ મેડિકલ ડૉકટરને લગતી ડિગ્રી ના હોવા છતાં દવાખાનું ખોલી દર્દીઓને તપાસતો હોવાની એસઓજીના બલભદ્રસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા તથા તૌસીફભાઇ તાયાણીને મળેલ બાતમીને આધારે જિલલા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ એલ.એમ. ઝેરના માર્ગદર્શન મુજન એસઓજી સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન અવિજીત અધીર બિશ્ર્વાસ નામના શખ્સને ઝડપી લઇ રૂા. 3696ની કિંમતનો જુદી-જુદી કંપનીની દવાઓ, બાટલા, ઇન્જેકશનો સહિતનો મુદામાલ કબજે કરી મેડિકલ પ્રેકટીશનર્સ એકટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.