લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતી યુવતીએ તેણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યા બાદ મૃતકના પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરાતા દફનવિધિ કરેલી લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતી પૂજાબેન પ્રવિણભાઈ રાઠોડ (ઉ.વ.21) નામની પરિણીતા યુવતીએ તેણીના ઘરે કોઇ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં લાશની દફનવિધિ પૂર્ણ કરવામાં આવ્યા બાદ મૃતકના પિતા ચનાભાઈ ગોવિંદભાઈ વાઘેલા (રહે. સણોસરા) નામના યુવાને પુત્રીની લાશનું પીએમ કરવા માટે પોલીસમાં કરેલી ફરિયાદ સંદર્ભે પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે દફન કરેલી લાશને બહાર કાઢી પીએમ માટે મોકલવામાં આવી હતી. આ પીએમ રીપોર્ટ આવ્યા બાદ પ્રાંત અધિકારીને મોકલવામાં આવશે તેમ તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.