Friday, January 24, 2025
Homeરાષ્ટ્રીયમાંડ પાટે ચડેલી વેડિંગ ઇન્ડસ્ટ્રીઝને ફરી ફટકો

માંડ પાટે ચડેલી વેડિંગ ઇન્ડસ્ટ્રીઝને ફરી ફટકો

ત્રીજી લહેરનું સંક્રમણ વધતાં સંખ્યાબંધ લગ્ન પ્રસંગો મોકુફ

- Advertisement -

સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે જાન્યુઆરીમાં જે લોકોએ લગ્ન લીધા હતા તેઓની ચિંતામાં વધારો થયો છે. સાથે-સાથે લોકડાઉન પછી માંડ-માંડ ઊભી થયેલી વેડિંગ ઈન્ડસ્ટ્રીને પણ નુકસાનની ચિંતા સતાવી રહી છે. કારણકે જાન્યુઆરી અને ફેબ્રુઆરીને લગ્નની સિઝન માનવામાં આવે છે.

- Advertisement -

ગત વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનો વેડિંગ ઈન્ડસ્ટ્રી માટે સારો રહ્યો હતો. પણ, હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં વેડિંગ ઈન્ડસ્ટ્રીને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. એક રિપોર્ટ મુજબ, દેશમાં અત્યારે કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં કેસો વધતાં દ્યણાં લગ્નપ્રસંગો મુલતવી રાખવામાં આવી રહ્યા છે. લોકો લગ્નની તારીખ બદલાવી રહ્યા છે જયારે કેટલાંક લોકોએ તો લગ્ન કેન્સલ કર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કોરોનાના કેસો વધતાં પ્રસંગમાં મહેમાનોની ચોક્કસ સંખ્યા નક્કી કરાતા લોકો હવે લગ્ન માટે પાર્ટી પ્લોટ્સની જગ્યાએ હોટેલ અને બેન્કવેટ તરફ વળ્યા છે. ફરી કેસો વધતાં ઘણાં પરિવારોએ હાલ પૂરતો લગ્ન પ્રસંગ મુલતવી રાખ્યો છે અને આગળની તારીખ નક્કી કરી રહ્યા છે. અત્યારે જે રીતે ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે તે જોતાં જેમના ઘરમાં લગ્ન પ્રસંગ લીધો છે તેઓની ચિંતા વધી ગઈ છે. રાજયમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યકિતઓની મર્યાદામાં યોજી શકાશે.

આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યકિતઓની મર્યાદામાં યોજવાના રહેશે. લગ્નપ્રસંગ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવાની રહેશે. રાજય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જાહેર કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022ના સવારે 06 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ સાથે જ વેડિંગ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો જેવા કે વેડિંગ પ્લાનર, હોટેલ અને બેન્કવેટ, કંકોત્રી અને ડેકોરેશનવાળા, કેટરિંગના લોકોને નુકસાનની ચિંતા સતાવી રહી છે.

- Advertisement -

કોરોનાના કેસો વધતા કેટલાંક લોકો સાદગીપૂર્વક લગ્નનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે જયારે કેટલાંક લોકોએ તો મેરેજ પહેલાના ફંકશન જેવા કે સંગીત સેરેમનીને રદ કર્યા છે. એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, અમદાવાદમાં જે પરિવારોએ જાન્યુઆરી મહિનાની 20, 22 અને 23 તારીખે લગ્નપ્રસંગનું આયોજન કર્યું હતું તે પૈકી 50 ટકા સુધીના લગ્નપ્રસંગો મુલતવી રાખવામાં આવ્યા છે. કોરોનાના કેસો કયાં જઈને અટકશે તે વિશે કોઈ ચોક્કસ જાણકારી નહીં હોવાથી આગામી ફેબ્રુઆરી મહિનાના પણ 50 ટકા લગ્ન આગળની તારીખે ખેંચાય તેવી શકયતાઓ રહેલી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular