કાલાવડ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમાજમાં થેલેસેમીયાગ્રસ્ત, કેન્સર, કીડની અને અન્ય જરૂરીયાતમંદ દર્દીઓ માટે કાલાવડ શહેર અને તાલુકા ભાજપ પરીવાર અને કાલાવડ તાલુકા તેમજ શહેર યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આજે આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યા માં રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું
આ સમાજઉપયોગી કાર્યના અવસરે પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, જીલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ ભુમિતભાઈ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ યતિનભાઈ, શહેરના મીત ફળદુ, તરુણ ચૌહાણ, યશ ફળદુની ટીમ, પાલીકા પ્રમુખ અજમલભાઈ, સદસ્ય કાનજીભાઈ, વિનુભાઈ રાખોલીયા, તાલુકા પંચાયત પ્રમુખ એમ.પી. ડાગરીયા, પ્રફુલ્લભાઈ રાખોલીયા, અભિષેકભાઈ, અનીલભાઈ વ્યાસ, મુકેશભાઈ મહેતા, કેશુભાઈ સોલંકી, કીશોરભાઈ નિમાવત, ચીરાગ જોષી સહીતના યુવા આગેવાનો ઉપસ્થિત રહીને આ કેમ્પ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.