દાઉદી વ્હોરા સમાજના 52 માં ધર્મગુરુ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના જન્મદિવસ નિમિત્તે નુરાની કંપની દ્વારા તાહેરિયા મદરેસા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મોટી સંખ્યામાં સેવાભાવીઓ રક્તદાન અર્થે ઉમટી પડ્યા હતા જેને પગલે આ અવસરે 300 બોટલ જેટલું રકત એકત્ર કરવામાં આવ્યું હતું. જામનગરના આમીલ સાહેબ મુસ્તાલીભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અને સેક્રેટરી મુ. સલમાનભાઈ ગાંધીની રાહબરી હેઠળ કેમ્પ યોજાયો હતો. કેમ્પના આયોજનમાં મદરેસા તાહેરિયા કમિટીનો સંપૂર્ણ સહકાર સાંપડ્યો હતો. આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે જામનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, મેયર બિનાબેન કોઠારી, વિપક્ષીનેતા આનંદભાઈ ગોહિલ, કોર્પોરેટર અસલમભાઈ ખીલજી, અલ્તાફભાઈ ખફી, જેનાબબેન ખફી, રચનાબેન નંદાણીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, વેપારી અગ્રણી જીતુભાઇ લાલ વિગેરેએ નુરાની કંપની દ્વારા છેલ્લા 30 વર્ષથી સમાજને ઉપયોગી થતા સેવાકાર્યોને બિરદાવેલ અને ભવિષ્યમાં વધુ સારી સેવા પ્રદાન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કેમ્પમાં પૂર્વમેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, હસમુખભાઈ હિંડોચા, તોસિફખાન પઠાણ, દરબાર ગઢ પોલીસ ચોકી ના પીઆઇ જલુ તથા સ્ટાફ, દશરથ સિંહ પરમાર, મુકેશ ગઢવી, ભૂરાભાઈ ખાફી, અશોકભાઈ ગોડણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.