રોટરી છોટીકાશી દ્વારા સેવાકાર્યના ભાગરૂપે રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 325થી વધુ યુનીટ રકત એકત્ર થયું હતું.

જામનગરના કનસુમરા દરેડ ઔદ્યોગીક વિસ્તારમાં રોટરી છોટીકાશી દ્વારા તા.1ના રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાવીર સર્કલ પાસે આવેલા બીએમઆઇ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કોમ્યુનીટી હોલમાં આ રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ઔદ્યોગીક જગતના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી રકતદાન કર્યુ હતું. આ કેમ્પમાં 325થી વધુ યુનીટ રકત એકત્રીત થયું હતું. આ સેવા કાર્યક્રમને સફળ બનાવવા માટે કનસુમરા દરેડ ઇન્ડસ્ટ્રીઝ અને જીઆઇડીસી ફેસ-2-3 એસોસીએશન દ્વારા સહકાર અપાયો હતો જે બદલ રોટરી છોટીકાશીએ તેમનો આભાર વ્યકત કર્યો હતો.
View this post on Instagram


