જામનગર બાર એસો. દ્વારા આયોજિત, જી.જી. હોસ્પિટલના સહયોગથી છેલ્લા 12 વર્ષથી સળંગ 24મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તા. 15 ઓગસ્ટને સવારે 9:30 થી 1:30 દરમિયાન ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ, લાલ બંગલો, જામનગર ખાતે યોજેલ છે. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગદાન આપવા વકીલ મિત્રો તથા જાહેર જનતાને પધારવા બાર એસો.ના પ્રમુખ ભરતભાઇ સુવાએ જણાવ્યું છે. ઇચ્છુક વ્યક્તિએ નામ નોંધાવવા માટે વકીલ સંદીપ પટેલ મો. 98252 03834 તથા વકીલ અશોક જોશી મો. 94280 74742નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.