Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકારગિલ વિજય દિવસ નિમિત્તે એનસીસી ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર

કારગિલ વિજય દિવસ નિમિત્તે એનસીસી ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર

- Advertisement -

કારગિલ વિજય દિવસની 22મી વાર્ષિક ઉજવણી નિમિત્તે જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર, 27 ગુજરાત એનસીસી બટાલિયન અને 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા દેશનાં ગૌરવને જાળવવા શહિદીને વ્હોરનારા ભારતીય થલસેનાનાં સૈનિકોનાં અભિવાદન અને સમર્થનનાં ભાગરૂપે કારગિલ વિજય દિવસ બ્લ્ડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં જામનગરનાં 100 જેટલા એનસીસી કેડેટસ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગરમાં એમ.પી. શાહ કોમર્સ કોલેજ પરિસરમાં આજરોજ રક્તદાન શિબિરમાં (સેવાનિવૃત્ત) કર્નલ આર.કે. ભાટલાએ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી, એનસીસી કેડેટસને દેશ સેવા માટે પ્રેરિત કર્યા હતાં. તેઓનું આવકાર અભિવાદન જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટરના કર્નલ કે.એસ. માથુર દ્વારા કરવામાં આવ્યું હતું.
27 ગુજરાત એનસીસી બટાલિયન તથા 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટનાં પીઆઇ સ્ટાફ તથા એસોસિએટ એનસીસી ઓફિસર્સ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

કાર્યક્રમનાં અંતમાં જામનગર એમ.પી. શાહ કોમર્સ કોલેજના પરિસરમાં આ રક્તદાન શિબિરનું આયોજન સફળ બનાવવા બદલ ગ્રુપ કમાન્ડર કર્નલ કે.એસ. માથુર તથા 27 એનસીસી બટાલિયન જામનગરના કમાંડીંગ ઓફિસર કર્નલ મનોજકુમાર બક્ષી દ્વારા મુખ્ય અતિથિ વિશેષ, વેટરન્સ, આર્મીના (સેવા નિવૃત્ત) નાયક જાડેજા ભરતસિંહ નયુભા, હવાલદાર પરમાર દલપતસિંહ તથા નાયબ સુબેદાર જાડેજા હરદેવસિંહ, વિદ્યોતેજક મંડળના પ્રમુખ ઇન્દુલાલ સી. વોરા, રેડક્રોસ સોસાયટીનાં ચેરમેન બીપીન ઝવેરીની આભારવિવિધ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular