Saturday, January 11, 2025
Homeઆંતરરાષ્ટ્રીયજાપાનના પ્રધાનમંત્રીની સભામાં બ્લાસ્ટ

જાપાનના પ્રધાનમંત્રીની સભામાં બ્લાસ્ટ

- Advertisement -

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની જાહેર સભામાં બોમ્બ-બ્લાસ્ટ થયો હતો. જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ, પીએમ કિશિદા એક રેલીમાં સંબોધન કરવા માટે વાકાયામા શહેરમાં પહોંચ્યા હતા. અચાનક બ્લાસ્ટ થતાં જ સુરક્ષા જવાનો તેમને સલામત સ્થળે લઈ ગયા હતા. સુરક્ષા જવાનોએ શંકાસ્પદ હુમલાખોરને દબોચી લીધો હતો.
અહેવાલો અનુસાર, તેમના પર સ્મોક અથવા પાઇપ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરક્ષા જવાનોએ તરત જ હુમલાખોરને પકડી લીધો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, એમાં લોકોને ભાગતા જોઈ શકાય છે.

- Advertisement -

સ્મોક બોમ્બ ફેંકાયા બાદ ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો હતો. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘટનાસ્થળે એકઠા થયેલા લોકો સુરક્ષિત બચવા માટે ભાગતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુરક્ષા દળના જવાનોએ એક વ્યક્તિને ઝડપી લીધી હતી.

આ ઘટનાનો એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ કિશિદાનું ભાષણ સાંભળવા આવેલા લોકોની આ ઘટના બાદ નાસભાગ મચી ગયેલી જોઈ શકાય છે. આ દરમિયાન પોલીસકર્મીઓ પણ એક વ્યક્તિને જમીન પર પછાડીને કાબૂમાં લેતા જોવા મળ્યા છે.

- Advertisement -

જણાવવામાં આવ્યું છે કે આ ઘટનામાં પીએમને કોઈ ઈજા થઈ નથી. તેઓ તેમના લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં એક કાર્યક્રમમાં સંબોધન કરવા માટે આવ્યા હતા. જાપાનમાં વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા ભારતના પીએમની સુરક્ષા જેવી નથી હોતી. જાપાનમાં ખૂબ કડક કાયદા છે. ત્યાં બહુ ઓછા વિદેશી લોકો છે. સુરક્ષિત દેશમાં સિક્યોરિટીની જરૂર પડતી નથી, પરંતુ શિન્ઝો આબે પર થયેલા હુમલા બાદ પોલીસે તેની સમીક્ષા કરી હતી અને સુરક્ષા પહેલા કરતા વધુ કડક કરવામાં આવી હતી, પરંતુ હવે વર્તમાન વડાપ્રધાનની રેલીમાં થયેલા બ્લાસ્ટને લઈને જાપાનની પોલીસે ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવી પડશે. કારણ કે આવનારા દિવસોમાં હિરોશિમા શહેરમાં પણ જી-7ની તૈયારીઓ ચાલી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular