જામનગર જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિ આવીને ઉભી છે. ત્યારે સમગ્ર વહીવટી તંત્ર આ કુદરતી આફતનો સામનો કરવા સજ્જ છે. ત્યારે જામનગર જિલ્લા બ્લેક સ્ટોન કવોરી ઈન્ડ. એસોસિએશન આ આફતનો સામનો કરવોામાં મદદરૂપ થવા તત્પર હોય તેમણે જીલ્લા કલેકટરને પત્ર લખી આ અંગે મદદરૂપ થવા તત્પરતા બતાવી હતી.સમગ્ર જિલ્લાના દરેક તાલુકામાં આ એસોસિએશન પ્રતિનિધિત્વ ધરાવે છે. ત્યારે તેમના દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિમાં જેસીબી, મશીન, ટે્રકટરો/ડમ્પર વગેરે સાથે વિનામૂલ્યે આદેશ આપવા રજૂઆત કરી હતી. આ એસો.ના તાલુકાવાઈઝ સભ્યોના સંપર્ક નંબરો તેમણે રાહત કામ માટે જાહેર કર્યા છે. જેમાં જામનગર તાલુકો મુનાભાઈ બોદર 98253 18922, લાલપુર તાલુકો પોલાભાઈ ફળદુ 97273 34043, જામજોધુપર તાલુકો કેતનભાઈ કડીવાર 99094 41666, ધ્રોલ/જોડિયા તાલુકો ચિરાગભાઈ 99251 62947, કાલાવડ તાલુકો ખીમભાઈ 98795 22457 નો સંપર્ક કરવો તેવું સંસ્થાના પ્રમુખ મુનાભાઈ બોદરની યાદીમાં જણાવાયું છે.