ચૂંટણી પરિણામો બાદ બંગાળના કેટલાક વિસ્તારોમાં થઇ રહેલી રાજકીય હિંસાના વિરોધમાં ભાજપ આવતીકાલે બુધવારે રાષ્ટ્રવ્યાપી ધરણાં કરશે. દરમ્યાન ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે બંગાળના વિસ્તારોની મુલાકાત લેશે. ટીએમસી કાર્યકરો દ્વારા આ હિંસા કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જો કે બંગાળના રાજકિય હિંસાના ઇતિહાસના પડઘા ટીએમસીની જીત બાદ પણ પડ્યા હતા. ટીએમસીની જીત બાદ પશ્ચિમ બંગાળમાં અનેક જગ્યા પર હિંસાની ઘટનાઓ સામે આવી છે. આરામબાગની અંદર ભાજપની ઓફિસ સળગાવવામાં આવી, કોચ વિહારમાં પણ હિંસાની ઘટના બની. ત્યારે ભાજપે આ તમામ હિંસા માટે ટીએમસીને જવાબાદાર ગણાવ્યું છે. આ બધા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે બંગાલ પહોંચશે.
આ સાથે જ જ્યારે 5 મેના દિવસે મમતા બેનર્જી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ત્યારે ભાજપ રાષ્ટ્રવ્યાપી ધરણા કરશે. ટીએમસી દ્વારા બંગાળમાં કરવામાં આવેલી હિંસાના વિરોધમાં ભાજપ રાટ્રવ્યાપી આંદોલનની તૈયારીમાં લાગ્યું છે. એવું જાવા મળી રહ્યું છે કે જેપી નડ્ડા કોલકાતા અને તેની આસપાસના જિલ્લાઓમાં જશે, જ્યાં ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. આ સિવાય જેપી નડ્ડા એ જગ્યાઓ પર પણ જશે કે જ્યાં ભાજપની ઓફિસમાં આગ અને તોડફોડન ઘટના બની છે.
આ સિવાય કોલકાતામાં બંગાળ ભાજપ દ્વારા જેપી નડ્ડાના નેતૃત્વમાં એક દિવસના ધરણા પણ કરવામાં આવશે. બંગાળ ચૂંટણી બાદ થયેલી હિંસાના વિરોધમાં આ ધરણા કરવામાં આવશે. આ સિવાય પાંચ તારીખએ રાષ્ટ્રવ્યાપી ધરણા યોજાશે.