Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતબહુચરાજીથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ

બહુચરાજીથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ

રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને મુખ્યમંત્રીએ કરાવ્યું પ્રસ્થાન

- Advertisement -

આજથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જેપી.નડ્ડા બહુચરાજીથી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ ઉપસ્થિત રહયા હતા. બહુચરાજીથી માતાના મઢ સુધી યાત્રા જશે. તેમજ યાત્રામાં પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ હાજર રહેશે. તથા 9 દિવસની યાત્રામાં 9 વિધાનસભામાં જાહેર સભા યોજાશે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે યાત્રા 15મીએ કડી પહોંચશે. જેમાં કડી ખાતે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગુજરાતના પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર હાજર રહેશે. તથા 14મીએ મોડાસા ખાતે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને ગુજરાતના પૂર્વ મંત્રી શંકર ચૌધરી હાજર રહેશે. તેમજ 15મીએ વડનગરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને સંજીવ કુમાર બાલિયાન અને ગુજરાતના પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર હાજર રહેશે. તેમજ 16 મીએ સિંદ્ધપુર ખાતે કેન્દ્રીય સંજીવ બાલીયાન અને ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહેશે. અને 17મીએ થરાદ ખાતે હરદીપસિંહ પૂરી અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિંન પટેલ હાજર રહેશે.

18મીએ પાટણ ખાતે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી અને ગુજરાતના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહેશે. તથા 19મીએ ભચાઉ ખાતે કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ અને ગુજરાતના પૂર્વ મંત્રી શંકર ચૌધરી હાજર રહેશે. હતા. 20મીએ માંડવી ખાતે યાત્રાનો અંતિમ પડાવ હશે. જેમાં કેન્દ્રિય મંક્ષી રાવ ઇન્દ્રજીતસિંહ અને ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular