બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની આજે જામનગરમાં ઉજવણી કરવામાં આવી હતી. બૌધ્ધ સમાજ તથા ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જામનગર ભાજપા દ્વારા પણ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરાયા હતાં.

ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે જામનગર ભાજપા દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતાં. આ તકે જામનગરના મેયર વિનોદભાઇ ખિમસૂર્યા, જામનગર ઉત્તર ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર દક્ષિણ ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઇ ભંડેરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, દંડક કેતનભાઇ નાખવા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોષી, કોર્પોરેટરો ગોપાલભાઇ સોરઠીયા, અરવિંદભાઇ સભાયા, મુકેશભાઇ માતંગ, કેશુભાઇ માડમ, પાર્થભાઇ જેઠવા, જયેન્દ્રસિંહ ઝાલા, સુભાષભાઇ જોશી, સરોજબેન વિરાણી, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયામ, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, અશોકભાઇ નંદા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, અગ્રણી સામતભાઇ પરમાર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા તથા ગિરીશભાઇ અમેથિયા, ડો. જોગીનભાઇ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત કેક કાપી ઉજવણી કરાઇ હતી.