Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતભાજપાના કાર્યકર્તાઓ લોકોને આરોગ્ય વિશે માર્ગદર્શન આપશે

ભાજપાના કાર્યકર્તાઓ લોકોને આરોગ્ય વિશે માર્ગદર્શન આપશે

આ માર્ગદર્શનના બદલામાં કાર્યકરોને વેતન આપવામાં આવશે : કોરોનાની બીજી લહેરમાં સરકારની પ્રતિષ્ઠાને થયેલું નુકસાન સરભર કરવા કવાયત

- Advertisement -

કોરોનાની બીજી લહેરમાં ખરાબ રીતે પીટાયા બાદ હવે ગુજરાત સરકાર આરોગ્ય સંબંધિત કામગીરી માટે એક અલાયદા બોર્ડની રચના કરવા જઇ રહી છે. આરોગ્ય વિભાગના મર્યાદિત સ્ટાફની સામે આ એક વધારાની ફોર્સ રહેશે, જે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વયંસેવક તરીકે આરોગ્યલક્ષી કામગીરી કરશે. જોકે આ સ્વયંસેવકો લોકોની સારવાર કરવાને બદલે તેમને માર્ગદર્શન આપવાનું કામ કરશે.

- Advertisement -

ગુજરાત ભાજપે આ માટે તૈયારી શરૂ કરી દીધી છે અને તે માટે બુધવારે પક્ષના યુવાન કાર્યકર્તાઓને કમલમ પર બોલાવી માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં નવનિયુક્ત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. આ વ્યવસ્થા અનુસાર ગુજરાતમાં તમામ જિલ્લા, તાલુકા, બ્લોક અને બૂથ લેવલ સુધી કમિટી બનાવવામાં આવશે. આ કમિટીમાં એક તબીબ અને તેની સાથે પક્ષના યુવાન કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવશે જેમાં એક કે તેથી વધુ સભ્ય મહિલા રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્વયંસેવકોને હોમગાર્ડ જવાનો અને સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ બોર્ડના સભ્યોની જેમ માનદ વેતન અપાશે. આ તમામ સમિતિના સર્વોચ્ચ સ્થાને ભાજપના નેતા તથા સરકારી સભ્યો તરીકે સનદી અધિકારીની નિમણુંક કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular