Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર ઉત્તરમાં ‘આપ’ના ઉમેદવાર તરીકે કરશન કરમુર : ભાજપાને નુકશાન થશે

જામનગર ઉત્તરમાં ‘આપ’ના ઉમેદવાર તરીકે કરશન કરમુર : ભાજપાને નુકશાન થશે

લાંબા સમયથી ભાજપામાં સક્રિય અને અનેક હોદ્દા પર રહેલા આગેવાનને આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ટિકિટ આપી : જામનગર ઉત્તરની બેઠક ઉપર ભાજપામાં ગાબડું પાડી શકે

- Advertisement -

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીને લઇ રાજકીય પક્ષોમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ વખતે સૌપ્રથમ ઉમેદવારોના નામની બે યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જામનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે પીઢ આગેવાન અને રાજકીય અનેક હોદ્ાઓ સંભાળી ચૂકેલા અને હાલમાં આમ આદમી પાર્ટીના જામનગર શહેર પ્રમુખ કરશનભાઇ કરમુરને ટિકિટ આપવામાં આવી છે. જેની ભારતીય જનતા પાર્ટીને અસર પડી શકે છે તેમ રાજકીય પંડિતોમાં ચર્ચાઇ રહ્યૂં છે.

- Advertisement -

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આમ આદમી પાર્ટી દ્વારા ત્રણ મહિના અગાઉ જ ઉમેદવારોના નામની જાહેરાત કરવાની પહેલ કરવામાં આવી છે. અગાઉ દશ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ જન્માષ્ટમી પર્વ પૂર્વે બીજી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જામનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા કરશનભાઇ કરમુરના નામની જાહેરાત કરવામાં આવી છે.

અગાઉ ભારતીય જનતા પાર્ટીમાંથી જામનગર મહાનગરપાલિકામાં ડે.મેયર તરીકે રહી ચૂકેલા તેમજ વર્ષ 1995થી સતત પાંચ ટર્મ સુધી કોર્પોરેટર તેમજ સ્ટે. ચેરમેન સહિતના અનેક મહત્વના હોદ્ાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે રહી ચૂકયા છે. કરશનભાઇ કરમુર આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ જામનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. હાલમાં તેઓ આમ આદમી પાર્ટીના જામનગર શહેર પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. પાંચ ટર્મ સુધી કોર્પોરેટર અને અનેક મહત્વના હોદ્ાઓ સંભાળી ચૂકેલા કરશન કરમુરને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરાતાં તેમના સમર્થકો તેમજ કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઇ છે.

- Advertisement -

જામનગરમાં પીઢ રાજકીય અગ્રણી અને કાર્યકરોમાં સારી નામના ધરાવતાં કરશન કરમુરને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરાતાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અસર પડશે. તેવું રાજકીય પંડિતોમાં ચર્ચાઇ રહ્યું છે. જામનગરમાં રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે બહોળો અનુભવ અને મોટુ મિત્ર વર્તુળ તથા કાર્યકરોની ફોજ ધરાવતાં કરશન કરમુરની આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી ભાજપાને ભારે અસર પહોંચાડશે. જેને લઇ ભાજપામાં પણ હડકંપ મચી ગયો છે. જામનગર ઉત્તર વિધાનસભામાં કરશન કરમુર ઉમેદવાર તરીકે સૌપ્રથમ જાહેર થયા છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારો અને તેમને કેટલી અસર પહોંચે છે તે આગામી સમયમાં જ સાચો ચિતાર જોવા મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular