ભાજપના નેતાઓએ મોહમ્મદ પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ બેકફુટ પર આવી ગયેલાં ભાજપાને તેના પ્રવકતાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરવાની ફરજ પડી છે. ધાર્મિક બાબતો અંગે કંઇ પણ આડુ અવડુ નહીં બોલવા જણાવવામાં આવ્યું છે. ભાજપના પ્રવકતાની પયગંબર પરની ટિપ્પણીને કારણે મુસ્લિમ દેશોમાં ભારે વિરોધ ઉઠયા બાદ બંન્ને પ્રવકતાને પક્ષમાંથી દુર કરવાની ફરજ પડી હતી.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના પ્રવક્તાઓને સલાહ આપવામાં આવી છે કે હવે માત્ર સત્તાવાર પ્રવક્તા અને પેનલના સભ્યો જ ટીવી ચેનલોની ચર્ચામાં જશે, પાર્ટીના મીડિયા સેલ દ્વારા તેમને જવાબદારી સોંપવામાં આવશે. કોઇપણ ધર્મ વિરુદ્ધ બોલવું નહીં, ધર્મના ઉપાસકો અને પ્રતીકો વિશે પણ બોલવું નહીં.
ભાજપે પક્ષના પ્રવક્તાઓને સંયમિત ભાષાનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ઉત્તેજિત અને આવેશમાં ન આવી જવું કોઇની ઉશ્કેરણી પર પણ પક્ષની વિચારધારા અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન ન કરવુ કોઈપણ ટીવી ડિબેટમાં જતા પહેલા વિષય વિશે જાણકારી મેળવવી અને વિષય માટે યોગ્ય તૈયારી કરો. તેના પર પાર્ટીની લાઇન શોધો. પાર્ટીના પ્રવક્તા અને પેનલના સભ્યોએ તેમના એજન્ડા પર જ રહેવું. કોઇપણ જાળમાં ફસાવુ નહીં ગરીબ કલ્યાણના કાર્યો વિશે જનતાને જણાવવું પડશે.