જામજોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ભાજપે સત્તા કબજે કર્યા બાદ સત્તાના સુકાન સંભાળ્યા હતાં. સર્વાનુમત્તે ચૂંટાયેલ પ્રમુખ કિશોરસિંહ જાડેજાએ શાસ્ત્રોક્તવિધિ સાથે ચાર્જ સંભાળ્યો હતો. ભાજપ દ્વારા રેલી યોજી મીઠામોઢા કરાવી ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ક્ષત્રિય આગેવાન અને પૂર્વધારાસભ્ય તથા માર્કેટીંગ યાર્ડના ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજા, ભાજપ અગ્રણી અમુભાઇ વૈશ્ર્નાણી, શહેર તેમજ તાલુકા ભાજપ સંગઠનના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.