Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરહાપા માર્કેટ યાર્ડના ડિરેકટરોની ચૂંટણી માટે ભાજપાની પેનલ જાહેર

હાપા માર્કેટ યાર્ડના ડિરેકટરોની ચૂંટણી માટે ભાજપાની પેનલ જાહેર

- Advertisement -

આગામી સમયમાં હાપા માર્કેટ યાર્ડના ડિરેકટરોની ચૂંટણી યોજાનાર છે. જે માટે ભાજપા દ્વારા પેનલના નામો જાહેર કરવામાં આવ્યા છે.હાપા માર્કેટ યાર્ડના ડિરેકટરોનું ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે. જે માટે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તરફથી આવેલ ભાજપની પેનલ અંગે સત્તાવાર મેન્ડેટના નામોની જાહેરાત કરી છે. જેમાં ભાજપની પેનલમાં ખેડૂત વિભાગમાં ઉમેદસંગ ભવાનસંગ જાડેજા, અશ્ર્વિનભાઇ વિનોદભાઇ છૈયા, પ્રદ્યુમનસિંહ માલુભા જાડેજા, જિતેનભાઇ કરશનભાઇ પરમાર, મુકુંદભાઇ ખોડાભાઇ સભાયા, વિપુલભાઇ ચંદ્રેશભાઇ કોરડિયા, જમનભાઇ ડાયાભાઇ ભંડેરી, ચંદ્રેશભાઇ રામજીભાઇ સોજીત્રા, દયાળજીભાઇ મોહનભાઇ ભીમાણી, જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા તથા વેપારી વિભાગમાં જયેશભાઇ રતિલાલ સાવલિયા, સંજયભાઇ જગદીશભાઇ ભંડેરી, હિરેનભાઇ વિજયભાઇ કોટેચા તથા વિરેશભાઇ મનસુખલાલ મહેતાના નામોની જાહેરાત કરવામાં આવી છે તેમ મીડિયાસેલના નરેન્દ્રસિંહ પરમારની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular