આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને વિવિધ પક્ષો દ્રારા તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે એવી માહિતી સામે આવી રહી છે કે અમદાવાદના વસ્ત્રાલ વોર્ડમાં કોંગ્રેસની પેનલને ફોર્મ પરત ખેંચી લેવા માટે ભાજપે 4 કરોડ રૂપિયાની ઓફર કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપ સત્તાના જોરે ઉમેદવારો પર દબાણ કરતી હોવાનો આરોપ અમદાવાદ શહેર પ્રમુખ દ્રારા લગાવવામાં આવ્યો છે.
અમદાવાદના વસ્ત્રાલ વોર્ડની કોંગ્રેસની પેનલને ભાજપે ફોર્મ પરત ખેંચવા દબાણ કર્યું હોવાનો આરોપ કોંગ્રેસ ઉમેદવારઆશિષ પટેલ દ્રારા લગાવ્યો છે. તેણે જણાવ્યું છે કે ભાજપ દ્રારા મારા સગા સબંધી અને મિત્રો મારફતે ફોર્મ પરત ખેંચવા માટે 4 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે.અને ખોટા કેસ કરવાની પણ ધમકી આવી છે. આ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે વોર્ડ માંથી ભારતીબેને ફોર્મ પરત ખેંચ્યુ તેની પાછળ પોલીસની ધમકી અને પૈસા જવાબદાર છે. દરેક વખતે રાજકીય પક્ષોએ મોટી નાણાકીય લાલચ અને હોદ્દાની લાલચ આપ્યાના આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થતાં આવ્યા છે.