તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સિદસર, ઉમિયાધામની મુલાકાતે આવ્યા હતાં આ તકે તેમણે જામજોધપુરમાં જિલ્લા ભાજપ સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં ઘણી બાબતોની ચર્ચા થઇ હતી. સૂત્રોમાં ચર્ચાતી વિગત મુજબ આ બેઠકમાં કોંગ્રેસી આગેવાનોને સમાવવાનો વિરોધ થયો હતો અને ભાજપના કાર્યકતા ચૂંટણી જીતી શકે એવી વાત વહેતી કરી હતી. તેમજ હાલમાં ચર્ચાતી વિગત મુજબ જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા ભાજપમાં જોડાશે. તેવી ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે આ બેઠકમાં ભાજપમાં ઉચ્ચકક્ષાએ સત્તા મેળવવા અને સીટોના આકડાઓનો લક્ષ્યાંક પૂરો કરવા સૌરાષ્ટ્ર-ગુજરાતના દશેકથી વધુ ધારાસભ્યને ભાજપ પોતાના કરવા મથી રહ્યું છે.
ચિરાગ કાલરીયા ત્રીજી પેઢીએ ધારાસભ્ય છે અને શિક્ષિત અને કોરીપાટી ધરાવતા નેતા હોય, ભાજપામાં સમાવવી ટિકીટ આપી શકે તેવું રાજકીય વિશલેષકોનું માનવું છે. હાલ આ સીટ ભાજપ માટે કઠીન હોય, કોંગ્રેસના યુવા નેતાને ટિકીટ આપી ભાજપ જીતી જાય તેમ હોય. રાજકીય શતરંજમાં ગોઠવાઇ રહ્યું છે. સ્થાનિક ભાજપા કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસીઓનું ભાજપમાં સમાવવા માટેનો વિરોધ સીટ મેળવવામાં કામ નહીં લાગે તેવું ચર્ચાય રહ્યું છે. હાલમાં ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ કોંગ્રેસ છોડવાનો નથી. અફવા છે તેવું મિડીયા સમક્ષ નિવેદન આપ્યું હોય. આવનારા સમયમાં જ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવશે.