Tuesday, January 13, 2026
Homeસમાચારરાષ્ટ્રીયસંસદમાં હાજર રહેવા ભાજપે પોતાના સાંસદો માટે જારી કર્યો વ્હિપ

સંસદમાં હાજર રહેવા ભાજપે પોતાના સાંસદો માટે જારી કર્યો વ્હિપ

કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચેના હોબાળાને કારણે સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં એક પણ દિવસ કોઈ કામકાજ થઈ શક્યું નથી. ભાજપ લંડનમાં તેમના નિવેદન માટે રાહુલ ગાંધી પાસેથી માફીની માંગ કરી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ અદાણી મુદ્દે જેપીસી તપાસની માંગ પર અડગ છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ મડાગાંઠને સમાપ્ત કરવા માટે બેઠક બોલાવી છે.

- Advertisement -

બજેટ સત્રના બીજા તબક્કામાં સંસદની કાર્યવાહી એક દિવસ પણ ચાલી શકી ન હતી. આવી સ્થિતિમાં ઘણા મહત્વના બિલ પાસ થવા માટે પેન્ડિંગ છે. તેથી ભાજપે તેના તમામ લોકસભા સાંસદોને આવતીકાલે ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે. અગાઉ બજેટ સત્રના સાતમા દિવસે એટલે કે મંગળવારે પણ સંસદનું કામકાજ થઈ શક્યું ન હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular