Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઆસામમાં ભાજપા અને બંગાળમાં મમતા ફરી સત્તારૂઢ: કેરળામાં ડાબેરી, તામિલનાડુમાં સ્ટાલિન

આસામમાં ભાજપા અને બંગાળમાં મમતા ફરી સત્તારૂઢ: કેરળામાં ડાબેરી, તામિલનાડુમાં સ્ટાલિન

દક્ષિણ ભારતમાં પ્રથમ વખત, નાનકડા પોંડીચેરીમાં ભાજપાની આગેવાની હેઠળનું NDA સત્તાનશીન

- Advertisement -

પશ્ચિમ બંગાળ વિધાનસભાની 292 બેઠકની ચૂંટણી તાજેતરમાં આઠ તબક્કાઓમાં યોજાઇ હતી. તૃણમૂલ કોંગ્રેસ (મમતા)ને 214 બેઠકો મળી છે. ગત ચૂંટણીમાં 211 બેઠકો પર વિજય થયેલો. ભાજપાની ગત વખતે માત્ર 3 બેઠક હતી તે વધીને 76 થઇ છે. 2016માં કોંગ્રેસ પાસે 44 બેઠક હતી, આ વખતે ડાબેરીઓ સાથેના નેતા ગઠબંધનને એક પણ બેઠક નથી મળી. ગત ચૂંટણીમાં ડાબેરીઓની 26 બેઠક હતી.

- Advertisement -

આસામમાં 2016માં ભાજપા પાસે 60 બેઠક હતી તે આ ચૂંટણીમાં ઘટીને 57 થઇ છે. આસામ ગણપરિષદની 2016માં 14 બેઠક હતી તે ઘટીને 9 થઇ છે. 2016માં કોંગ્રેસ પાસે 26 બેઠક હતી તે વધીને 31 થઇ છે. AIUDFની 2016માં 13 બેઠક હતી તે વધીને 16 થઇ છે. ભાજપાએ આ રાજ્યમાં સત્તા જાળવી રાખી છે.

કેરળમાં કુલ બેઠક 140 છે. CPM પાસે 2016માં 59 બેઠક હતી તે વધીને 62 થઇ છે. CPI પાસે ગત ચૂંટણીમાં 19 બેઠક હતી તે ઘટીને 2021માં 17 થઇ છે. કોંગ્રેસ ગત વખતની સ્થિતિ (21 બેઠક) જાળવી રાખી છે. IGML પાસે 2016માં 18 બેઠક હતી તે ઘટીને 15 થઇ છે. ભાજપાનો એક ઉમેદવાર 2016માં જીતેલો આ ચૂંટણીમાં BJPને એક પણ બેઠક નથી મળી.

- Advertisement -

234 વિધાનસભા બેઠક ધરાવતા તામિલનાડુમાં DMKને 134 બેઠક મળી છે. 2016માં તેની પાસે 89 બેઠક હતી. અન્નાદ્રમુક પક્ષ પાસે 2016માં 136 બેઠક હતી તે ઘટીને આ વખતે 68 થઇ છે. કોંગ્રેસની બેઠક બમણી થઇ છે. 2016માં 8 બેઠક હતી, 2021માં 16 બેઠક થઇ છે. ભાજપા પાસે 2016માં એક પણ બેઠક ન હતી, 2021માં ભાજપાના 4 ઉમેદવારો જિત્યા છે.

દક્ષિણના કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં કુલ 30 વિધાનસભા બેઠક છે. 2016માં AINR કોંગ્રેસ પાસે 8 બેઠક હતી તે વધીને 2021માં 10 થઇ છે. ભાજપા પાસે 2016માં એક પણ બેઠક ન હતી, 2021માં 6 બેઠક મળી છે. DMK પક્ષ પાસે 2016માં બે બેઠક હતી તે વધીને 6 થઇ છે. કોંગ્રેસ પાસે ગત ચૂંટણીમાં 15 બેઠક હતી આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 2 જ બેઠકમાં વિજય મળ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular