Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયભાજપાનો સ્થાપના દિવસ : પીએમ મોદીએ કહ્યું, રાષ્ટ્રહિત સર્વોપરી

ભાજપાનો સ્થાપના દિવસ : પીએમ મોદીએ કહ્યું, રાષ્ટ્રહિત સર્વોપરી

- Advertisement -

આજે ભાજપનો 44મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું, ’હું એવા મહાન લોકોના કાર્યકરો અને નેતાઓને નમન કરૂં છું જેમણે આજ સુધી પાર્ટીને પોષણ આપ્યું, સમૃદ્ધ કર્યું અને સશક્ત કર્યું.’ ભાજપની રચના 43 વર્ષ પહેલાં 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભાજપા માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે. તેમણે કહ્યું, ’આજે આપણે દેશના ખૂણે ખૂણે ભગવાન હનુમાનજીની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. બજરંગબલીના નામનો પોકાર સર્વત્ર ગુંજી રહ્યો છે. હનુમાનજીનું જીવન અને ઘટનાઓ આજે પણ ભારતના વિકાસની યાત્રામાં આપણને પ્રેરણા આપે છે. મહાન શક્તિના આશીર્વાદ આપણી સફળતાઓમાં પ્રતિબિંબિત થાય છે.’ પીએમએ કહ્યું, ’હનુમાનજીમાં અપાર શક્તિ છે, તેઓ એ શક્તિનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે.
જ્યારે તેમની આત્મશંકાનો અંત આવે. 2014 પહેલાં ભારતમાં પણ આવી જ સ્થિતિ હતી. ભારતને હવે બજરંગબલી જેવી પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓનો અહેસાસ થયો છે. ભાજપના કાર્યકરો અને પાર્ટી હનુમાનજીના આવા ગુણોમાંથી પ્રેરણા લે છે. આ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સવારે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો હતો. લખનૌમાં પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાર્ટી કાર્યાલય પર ધ્વજ ફરકાવ્યો હતો. ભાજપ ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ આજથી 14 એપ્રિલ સુધી વિશેષ સપ્તાહ તરીકે ઉજવશે. પાર્ટીએ કાર્યકર્તાઓને કહ્યું છે કે, ’11 એપ્રિલે સમાજ સુધારક જ્યોતિ બા ફૂલેની જન્મજયંતિ અને 14 એપ્રિલે તમામ બૂથ, મંડલ, જિલ્લા અને રાજ્ય કાર્યાલય પર ડો. આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરો. તેમના ફોટા પર પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વચ્છતા અભિયાન શરૂ કરવું જોઈએ. મોદી સરકારે અનુસૂચિત સમાજના કલ્યાણ માટે કરેલા કાર્યોની ચર્ચા પણ કરો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular