સિક્કા નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં આ વખતે ભાજપે કોંગ્રેસ પાસેથી નગરપાલિકા કબજે કરી ફરી ભગવો લહેરાવ્યો છે. જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, કેબિનેટ મંત્રી 2ાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણીની કુનેહથી કોંગ્રેસના 8 સભ્યો જુસબભાઈ જાકુબભાઈ બોરીયા, દક્ષાબેન જીતુભાઈ વ્યાસ, હેમતસિંહ અમરસિંહ જેઠવા, સનીભાઈ ગોસ્વામી, વલીમામદ સીદીકભાઈ મલેક, અસગરભાઈ હુંડદા, જુબેદાબેન સુલેમાન સુંભણીયા, રોશનબેન સુંભણીયા સહિત એનસીપીના બે સભ્યો મામદ જુનસ કુંગડા તથા રેશ્માબેન કુંગડા ભાજપમાં જોડાયા છે. આથી સિકકા નગરપાલિકા ભાજપ શાસિત બની છે. જેમાં હાલ સિકકા નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજીબેન બચુભાઈ પરમાર તથા ઉપપ્રમુખ તરીકે શિવપુરી ગૌસ્વામીની નિમણૂક કરવામાં આવી છે. સિક્કા શહેર ભાજપ પ્રમુખ દેવુભાઈ ગઢવી તથા જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજાની અથાગ મહેનત, શિવપુરી ગૌસ્વામીની આગેવાની હેઠળ તથા સિક્કા શહેર ભાજપની સમગ્ર ટીમ તથા કાર્યર્ક્તાની મહેનતથી
નગરપાલિકામાં બહુમતીથી કમળ ખીલી ઉઠયુ છે. તેમ જામનગર જિલ્લા ભાજપ મીડિયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.