સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ગુજરાતમાં ધમધમાટ ચાલી રહ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીની ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે રાજકીય પક્ષો જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તથા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વ્યસ્ત થયા છે. ત્યારે આજરોજ જામનગર જિલ્લા પંચાયતની 24 સીટો માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.