જામનગર શહેરમાં આજે બપોરે ભારે પવન સાથે વરસેલા વરસાદમાં અસંખ્ય જીવો ભોગ બન્યા છે. ભારે પવન સાથે વરસેલા તોફાની વરસાદને કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતાં. જેના પરિણામે વૃક્ષો પરના પક્ષીઓના માળાઓ પણ વિખેરાઈ ગયા હતાં. જેના કારણે અસંખ્ય પક્ષીઓ મોતને ભેટયા હતાં. જામનગરમાં અંદાજે 200 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે જેમાં શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં જ 50 થી વધુ વૃક્ષો ધરાશાયી થતાં ચામાચીડિયા સહિતના પક્ષીઓના મોત થયા હતાં.