પૃથ્વીપરના સૌથી બુધ્ધિશાળી ગણાતાં પ્રાણી એવા મનુષ્યને આ નાનકડા પક્ષીઓ શિસ્ત, સૌહાર્દ અને સંકલન જેવા ખૂબજ મહત્વનો સંદેશ પાઠવી રહયા છે. પૃથ્વી પર બુધ્ધિશાળી મનુષ્યો વચ્ચે મારકાટ મચી છે. ત્યારે આ પક્ષીઓ સૌહાર્દ અને ભાઇચારાની ભાવના દર્શાવી રહયા છે. જીવનમાં શિસ્તનું ખૂબજ મહત્વ રહેલું છે. પછી તે સામાજિક, આર્થિક કે શારિરીક હોય. દરેક જગ્યાએ શિસ્તબધ્ધતા અગત્યની છે. મનુષ્યોની કહેવાત શિસ્ત સામે પક્ષીઓની આ શિસ્ત ઉડીને આંખે વળગે તેવી છે. જયારે અન્ય પ્રજાતિના પક્ષીઓ સાથે મળીને દાણા ચણતા આ પક્ષીઓ સૌહાર્દ અને ભાઇચારાનો સંદેશ આપે છે. જયારે આકાશમાં ઉંચી ઉડાન ભરી સંકલનનો સંદેશ પણ આપી રહયા છે. બુધ્ધિશાળી મનુષ્યે આ પક્ષીઓ પાસેથી ઘણું બધું શિખવા જેવું છે.