Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરબિપેન્દ્રસિંહ ગુજરાત ચેમ્બરની રિજિયોનલ કેટેગરીમાં સતત બીજી વખત બિનહરીફ

બિપેન્દ્રસિંહ ગુજરાત ચેમ્બરની રિજિયોનલ કેટેગરીમાં સતત બીજી વખત બિનહરીફ

- Advertisement -

જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રિજિયોનલ ચેમ્બરની કેટેગરીમાં સતત બીજી વખત બિન હરીફ ચૂંટાઇ આવ્યા છે.

તાજેતરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ર021-23ના વર્ષની યોજાયેલી ચૂંટણીમાં જામનગર ચેમ્બરના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ રિજિયોનલ ચેમ્બરની કેટેગરીમાં ઉમેદવારી નોંધાવી હતી. આ કેેટેગરીમાં અન્ય પ્રતિનિધિઓએ જામનગરની તરફેણમાં પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતાં બિપેન્દ્રસિંહ જાડેજા સતત બીજી વખત બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. આમ હવે જામનગર ચેમ્બરના પ્રમુખ બિપેન્દ્રસિંહ ગુજરાત ચેમ્બર અમદાવાદ ખાતે જામનગર ચેમ્બર તથા સમગ્ર ગુજરાતની ચેમ્બરો વતી પ્રતિનિધિત્વ કરશે જેમાં જામનગર શહેર જિલ્લાના વેપાર ઉદ્યોગના પ્રશ્ર્ને રજૂઆતો કરી પ્રશ્ર્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહીને કાર્ય કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular