ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાયેલી ત્રણ વનડે સિરીઝની પહેલી વન ડે મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતુ. આ સાથે જ શિખર ધવનની કેપ્ટનશીપ ધરાવતી ટીમ ઇન્ડીયાએ સિરીઝમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને શ્રીલંકા એ બેટીંગ પસંદ કરી હતી. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટે 262 રન બનાવ્યા હતા. ભારતે 36 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ધવન 86 રન બનાવીને જીત્યા બાદ જ પરત ફર્યો હતો. ભારતીય ટીમે શાનદાર શરુઆત કરી હતી. ડેબ્યૂટન્ટ ઇશાન કિશન અને કેપ્ટન ધવને શાનદાર ફીફટી લગાવી હતી. ભારતે 14 ઓવરની રમત બાકી રાખીને જીત મેળવી હતી.
પૃથ્વી શો અને ઇશાન કિશને જીતનો પાયો નાંખ્યો હતો. જેને કેપ્ટન શિખર ધવને પાર પાડવામાં સફળતા મેળવી હતી. ભારતીય બેટ્સમેનોએ શરૂઆત થી જ આક્રમક રમત રમી હતી.
શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાએ પ્રથમ વનડેમાં 9 વિકેટે 262 રન બનાવ્યા હતા. 8 નંબર પર ઉતરનાર ચામિકા કરુનારાત્ને સૌથી વધુ અણનમ 43 રન બનાવ્યા.
શ્રીલંકા પર ભારે પડી ભારતની ‘B’ ટીમ
શ્રીલંકાને સાત વિકેટે આપ્યો પરાજય, કેપ્ટન ધવનનાં અણનમ 86 રન