જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં રહેતો વિદ્યાર્થી વસંતપુર ગામના પાટીયા પાસેથી બાઈક પર જતો હતો ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવતા છકડો રીક્ષાના ચાલકે બાઈકને હડફેટે લેતા તરૂણ વિદ્યાર્થીનું ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં રહેતા રોનક મેપાભાઈ છેલાણા (ઉ.વ.16) નામનો તરૂણ વિદ્યાર્થી મંગળવારે રાત્રિના સમયે તેના જીજે-11-એમએમ-9975 નંબરના બાઈક પર જતો હતો ત્યારે જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના પાટીયા નજીકથી પસાર થતા સમયે સામેથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-10-વાય-6888 નંબરના છકડો રીક્ષાના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માતમાં રોનક છેલાણા નામના તરૂણ વિદ્યાર્થીને શરીરે અને માથામાં તથા હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ છકડા ચાલક નાશી ગયો હતો.
બનાવની જાણ થતા હેકો એ.બી. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના ભાઈ રૈયાભાઈના નિવેદનના આધારે છકડા ચાલક ડાયા અરજણ મોરી (રહે. કોટાડાબાવીસી તા.જામજોધપુર) નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.