કાલાવડથી જામનગર મોટરકાર લેવા આવી રહેલ સાળા-બનેવીને ઠેબા ચોકડી નજીક ઈકો કારે ઠોકરે ચડાવતા બંને યુવાનોના આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ નિપજ્યા હતાં. સાળા-બનેવીના એક સાથે મૃત્યુથી કાલાવડ પંથકમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડમાં રહેતાં લક્ષ્મીકાંત સોંડાગર તથા તેના બનેવી રાજેશભાઈ ગંગાજળિયા ગઈકાલે સોમવારે બપોરના સમયે મોટરસાઈકલ લઇ કાલાવડથી જામનગર મોટરકાર લેવા આવી રહ્યા હતાં. આ દરમિયાન બંને યુવાનો જામનગરની ભાગોળે પહોંચ્યા ત્યારે ઠેબા ચોકડી નજીક આઇઓસી કંપની પાસે પહોંચતા સામેના રોડ પરથી પૂરઝડપે આવી રહેલ જીજે-10-ડીજે-7235 નંબરની ઇકો ગાડીના ચાલકે બાઈકસવાર બંને યુવાનોને જોરદાર ઠોકર મારી ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં લક્ષ્મીકાંતભાઈ સોંડાગર તથા રાજેશભાઇ ગંગાજળિયાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ગંભીર રીતે ઘવાયેલા સાા-બનેવીન ૃત્યુ નિપજ્યા હતાં.
આ બનાવની જાણ થતા પોલીસની ટીમે ઘટનાસ્થળે તથા હોસ્પિટલે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે ફરિયાદી દિનેશભાઈ રણછોડભાઈ સોંડાગર દ્વારા પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જીજે-10-ડીજે-7235 નંબરના ઈકો કારચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કાર લખાવે તે પૂર્વે જ સાળા-બનેવીને કાર ભળકી જતાં પરિવાર સહિત કાલાવડ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.