જામનગર શહેરમાં ધરારનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢે એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં પાર્ક કરેલું બાઈક અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગરમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા અવેશ સિદીક ખોડ નામના પ્રૌઢે ગત તા.4 ના રોજ સવારના સમયે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલા વિસ્તારમાં તેનું રૂા.25 હજારની કિંમતનું પોલીસપટ્ટાવાળું જીજે-36-સી-3982 નંબરનું પાર્ક કરેલું સ્પ્લેન્ડર પ્લસ બાઈક અજાણ્યા તસ્કરો ચોરી કરીને લઇ ગયા હતાં. આ અંગેની જાણ કરાતા પીએસઆઈ કે.આર. સિસોદીયા તથા સ્ટાફે ફરિયાદ નોંધી બાઈક ચોરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


