જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે રહેતાં યુવાને સ્વામિનારાયણનગર વિસ્તારમાં પાર્ક કરેલું રૂા.30 હજારની કિંમતનું બાઈક અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતો નિકુંજન મનોજભાઈ દુબલ નામના યુવાને ગત તા.5 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે સ્વામિનારાયણ નગર વિસ્તારમાં આવેલા વાઈટ ફિલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતાં તેના બનેવીના પાર્કિંગમાં રૂા.30 હજારની કિંમતનું તેનું જીજે-10-સીડી-4949 નંબરનું બાઈક પાર્ક કર્યુ હતું. ત્યાંથી અજાણ્યા તસ્કરોએ બાઈક ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ કરાતા એએસઆઈ એ.બી. ચાવડા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.