જામનગર શહેરમાં અનુપમ ટોકીસ પાસેથી એક સપ્તાહ પૂર્વે ચોરી થયેલાં બાઇક સાથે શખ્સને સીટી-બી ડિવિઝન પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં અનુપમ ટોકીસ પાસેથી એક સપ્તાહ પૂર્વે બાઇક ચોરી થઇ હતી. આ બાઇક ચોર અંગેની સીટી-બીના પોકો.ધર્મેન્દ્રસિંહ જાડેજા અને હિતેશ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.એન.ઝાલાની સુચનાથી પીઆઇ કે.જે. ભોયે તથા પીએસઆઈ સી.એમ.કાંટેલિયા, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, સંજય પરમાર, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઈ સાગઠીયા, મનહરસિંહ જાડેજા સહિતના સ્ટાફે જુના રેલવે સ્ટેશન પાસે ભીમવાસના ઢાળીયા પાસેથી જીજે.10.એએસ.2003 નંબરના બાઇક સવાર રણજીતસિંહ પરબતસિંહ રાઠોડ નામના શખ્સને આંતરીને પુછપરછ કરતાં બાઇક અનુપમ ટોકીસ પાસેથી ચોરી કર્યાની કેફિયત આપતા પોલીસે રણજીતસિંહની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.


