જામનગર તાલુકાના મોખાણા ગામ નજીકથી પસાર થતા બાઈકસવાર યુવકને પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલી કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચવાથી યુવાનનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિતગ મુજબ, જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતો મનિષભાઇ નામનો યુવાન સોમવારે સાંજના સમયે તેના બાઈક પર મોખાણા ગામ નજીકથી પસાર થતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીરાઈથી આવી રહેલી અજાણી કારના ચાલકે યુવાનના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં નીચે પટકાયેલા યુવાનને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પ્રો આઈપીએસ અજયકુમાર મીણા તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.