કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર જામનગર-દ્વારકા હાઇવે પર બામણાસા ગામના પાટિયા પાસેથી પૂરઝડપે અને બેકરાર પૂર્વક જઈ રહેલી સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર જીજે-બીઆર-2440 ના ચાલકે આ માર્ગ પર હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ પર જઈ રહેલા કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામના નિકુલસિંહ ભરતસિંહ વાઢેર નામના 17 વર્ષીય તરુણના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
આ જીવલેણ ટક્કરમાં નિકુલસિંહ વાઢેરને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ પ્લસમાં મૃતક નિકુલસિંહ સાથે બેઠેલા વિશ્વજીતસિંહ નામના એક યુવાનને પણ શરીરના જુદા-જુદા ભાગોમાં ઇજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ બનાવ અંગે મૃતકના પિતા ભરતસિંહ ભીખુભા વાઢેર (ઉ.વ. 55, રહે. બામણાસા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે સ્વીફ્ટ ડિઝાયર મોટરકાર ચાલક સામે આઈ.પી.સી. કલમ 304 (એ), 279, 337, 338 તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.