કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને આઠ વર્ષ પુરા થતાં સેવા સુશાસનની ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં યુવા ભાજપા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ જામનગર શહેર યુવા ભાજપા દ્વારા 78-79 વિધાનસભા મત વિસ્તારમાં બાઇકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા, શહેર ભાજપ યુવામોરચા પ્રમુખ દિલિપસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંભણિયા, શિક્ષિણ સમિતિ ચેરમેન મનિષ કનખરા, કોર્પોરેટરો ગોપાલ સોરઠીયા, આશિષ જોષી સહિતના ભાજપાના હોદેદારો, કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.