બ્રહ્મદેવ સમાજ ગુજરાત-જામનગરની ટીમ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ત્રીદિવસીય ઉજવણીના ભાગરૂપે બાઈક રેલી, પરશુરામ ગાથા, વકૃત્વ સ્પર્ધા, રાસ-ગરબા સહીતના કાર્યકમોનુ આયોજન કરવામાં આવ્યુ છે.
પરશુરામ જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ બાઈક રેલીથી થયો હતો. બાઈક રેલી ભીડભંજન મહાદેવ મંદિરથી શરૂ થઈ સાતરસ્તા સર્કલ, રણજીતનગર હવાઈચોક, ચાંદીબજાર, બેડીગેઈટ, પંચેશ્વર ટાવર થઈને ભીડભંજન મહાદેવ મંદિરે પુર્ણ થઇ હતી. આ બાઈક રેલીમાં બ્રહ્મસમાજના આશરે 500થી વધુ યુવાનો-મહિલાઓ જોડાયા હતા. બાઈક રેલીની સાથે 20 જેટલા યુવાનો સ્કેટીંગ કરતા રેલીમાં આગળ લીડ કરતા જોડાયા હતા. બાઈક રેલીમાં બ્રહ્મદેવ સમાજ રાજકોટના 30 જેટલા યુવાનો એ તલવાર બાજી કરતબ રજુ કર્યા હતા. આ તકે બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચિવ મિલનભાઈ શુકલ, પ્રદેશ યુવા પ્રમુખ નીજર જોશી, પ્રદેશ યુવા પ્રભારી વિરલભાઈ ભારદ્રાજ, પ્રદેશ અગ્રણી સમીરભાઈ પંડયા સહીતના બ્રહ્મસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં સૌપ્રથમ વખત ભગવાન પરશુરામ ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન પરશુરામ ગાથા પ્રારંભ કેવી રોડ પર આવેલી દયાશંકર બ્રહ્મપુરીમાં આજે બપોરે 4:00 કલાકે થશે. જે બે દિવસ ચાલનારી ગાથાની પૂર્ણાહૂતિ 02/05/22 સાંજે 7:00 કલાકે થશે. આ સાથે વકૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્ય છે. જે નાના બાળકોથી લઈને કોઈ પણ ઉમરના લોકો ભાગ લઈ શકશે. ભગવાન પરશુરામના વિષય પર આ સ્પર્ધા યોજાશે. અને બાળકો માટે ફેન્સી ડ્રેસ સ્પર્ધા આજે સાંજે 7:00 કલાકે યોજાશે. જેમાં માત્ર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વેશપરીધાન કરીને બાળકો ભાગ લેશે. સમસ્ત બ્રહ્મસમાજ પરીવાર માટે રાસ ગરબાનુ તા.02/05/22 સોમવાર રાત્રે 9:00 કલાકે દયાશંકર બ્રહ્મપુરીમાં રાખવામાં આવ્યા છે.
તા.01/05/22 અને 02/05/22 બંને દિવસે સાંજે 7:30 કલાકે ભગવાન પરશુરામજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
અખાત્રીજના પાવન દિવસે ભગવાન પરશુરામ જન્મોત્સવ તા.03ના રોજ સવારે 8:00 કલાકે દયાશંકર બ્રહ્મપુરીમાં મહાયજ્ઞ તેમજ બપોરે 12:30 કલાકે દયાશંકર બ્રહ્મપુરીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ત્રિદિવસીય વિવિધ કાર્યકમમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જામનગર સંપૂર્ણપણે સાથ સહકારથી જોડાશે. તેમજ જામનગર બ્રહ્મણોની વિવિધ સંસ્થાઓ, પેટાજ્ઞાતિ, ધટકો, અગ્રણી, સહીત બ્રહ્મસમાજ એકતા દર્શાવીને એક જુથ થઈને કાર્યકમમાં જોડાશે.