19 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ જામનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા પણ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
એસોસિએશન દ્વારા આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને ફોટોગ્રાફી પ્રત્યે જાગૃત કરવા બાઇક રેલી આ માધ્યમ દ્વારા પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત રણમલ તળાવના ગાર્ડનમાં ચિલ્ડ્રન ફોટોગ્રાફી સેમિનારનું આયોજન કરાયું હતું. તેમાં જામનગરના નાગરિકોને ચિલ્ડ્રન ફોટોગ્રાફી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે એસો.ના પ્રમુખ પંકજ ભટ્ટ, સેક્રેટરી સંદીપ દોશી સહિતના હોદ્દેદારો તથા સભ્યો જોડાયા હતાં.