જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી અમન સોસાયટીમાં રહેતા યુવાને તેના ઘર પાસે પાર્ક કરેલું તેના મિત્રનું હોન્ડા એકટીવા અજાણ્યા તસ્કર ચોરી કરીને લઇ ગયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી અમન સોસાયટીમાં રહેતા એજાજ શેખ નામનો યુવાન તેના મિત્રનું રૂા.35000 ની કિંમતનું હોન્ડા એકટીવા તેના ઘર પાસે પાર્ક કર્યુ હતું. તે દરમિયાન ગત તા.21 ના રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો આ એકટીવા ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ જે.આર. કરોતરા તથા સ્ટાફે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.