Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર બાયપાસ પાસે આગળ જતા વાહનમાં ઘુસી જતાં બાઈકચાલકનું મોત

જામનગર બાયપાસ પાસે આગળ જતા વાહનમાં ઘુસી જતાં બાઈકચાલકનું મોત

- Advertisement -

જામનગર બાયપાસ નજીક જેસીઆર મોલની પાછળ ઝુપડપટ્ટીમાં રહેતા બે યુવાનો બાયપાસ રોડ પરથી જતા હતાં તે દરમિયાન બાઈકચાલકે પૂરઝડપે બેફીકરાઇથી ચલાવી આગળ જતાં વાહન સાથે અથડાતા ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને ઈજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરમાં બાયપાસ નજીક આવેલા જેસીઆર મોલ પાછળ ઝુંપડપટ્ટીમાં રહેતો નાહરસીંગ જીતરા ડામોર (ઉ.વ.32) નામનો મજૂરી કામ કરતો યુવાન ગત તા.15 ના રોજ લલેશ ગાંડુભાઈ ઉર્ફે પ્રેમચંદ ડામોર નામના યુવાન સાથે એમ.પી.-45-ઝેડએ-9525 નંબરના બાાઇક પર બાયપાસ રોડ પરથી રાત્રિના સમયે જતા હતાં ત્યારે બાઈકચાલક લલેશએ તેનું બાઈક પુરઝડપે બેફીકરાઈથી ચલાવી આગળ જતાં અજાણ્યા વાહન સાથે અથડાતા ગમખ્વાર અકસ્માતમાં પાછળ બેસેલા નાહરસીંગને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ બાઈકચાલક લલેશ ગાંડુભાાઈ પ્રેમચંદ ડામોર નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે નાહરસીંગના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular